પેરિસ ઓલિમ્પિકઃ નીરજ ચોપરા ભાલા ફેંકની ફાઇનલમાં!

August 06, 2024

ભારતીય ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ફરીથી પોતાની કરતબ કરી બતાવ્યું છે. તેણે ક્વોલિફાયરમાં એક જ થ્રોમાં 89 મીટરથી વધારે દૂર સુધી લાંબો ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય કર્યું હતું. નીરજે પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર થ્રો કર્યો હતો જે તેનો સિઝન બેસ્ટ સ્કોર પણ હતો.

ક્વોલિફિકેશનમાં 84 મીટર ક્લીયર કરનાર એથ્લેટ આપમેળે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જાય છે. આ સિવાય ટોચના 12 ખેલાડીઓ પણ મેડલ સ્પર્ધા માટે ક્વોલિફાય થાય છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને તે ફરી એકવાર તે પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તેવી અપેક્ષા ભારતીય રમતપ્રેમીઓને હતી. નીરજ ક્વોલિફિકેશનમાં ગ્રૂપ બીમાં સામેલ હતો. તેનો હરીફ પાકિસ્તાનનો અરશદ નદીમ પણ આ જ ગ્રૂપમાં હતો. 

નીરજની જેમ પાકિસ્તાનના અરશદ નદીમે પણ પ્રથમ પ્રયાસમાં જ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. અરશદે તેના પ્રયાસમાં 86.59 મીટરનો થ્રો કર્યો અને ફાઈનલ માટે આપોઆપ ક્વોલિફાઈ થઈ ગયો. અરશદનો આ થ્રો તેનું સિઝનનો શ્રેષ્ઠ દેખાવ છે.  ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ક્વોલિફિકેશનના તેના પહેલા જ પ્રયાસમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નીરજે પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર થ્રો કર્યો હતો, જે 84 મીટરની ઓટોમેટિક ક્વોલિફિકેશન કરતા ઘણો વધારે હતો. આ સિઝનમાં નીરજનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.