આગામી 4થી 6 અઠવાડિયામાં પાસપોર્ટની અરજીનો ભરાવો દૂર કરાશે: મંત્રી કરીના

July 16, 2022

  • વર્તમાન સ્થિતિમાં અરજદારોએ લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડતો હોવાનો મંત્રીનો એકરાર
ઓટ્ટાવા: ઓટ્ટાવા સ્વીકારે છે કે, તેણે હળવા COVID-19 પ્રતિબંધો વચ્ચે પાસપોર્ટની માંગ ઉપર ઓછું ધ્યાન આપ્યું છે અને ઉનાળાના અંત સુધીમાં ભરાવો ખાલી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સોમવારે વાનકુવરમાં પરિવારો, બાળકો અને સામાજિક વિકાસ વિભાગના મંત્રી કરીના ગોલ્ડે કહ્યું કે, મુસાફરી માટેના દસ્તાવેજો મેળવવા માટે કેનેડિયનોએ મહિનાઓથી લાંબી પ્રતિક્ષા અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે એ ગંભીર બાબત છે. 
તેણીએ કહ્યું કે, “અમે ઈચ્છીએ છીએ કે લોકો જ્યારે અરજી કરે ત્યારે તેઓ તેમના પાસપોર્ટ સમય પહેલા મેળવી લે, અને તે માટે અમે આગામી ચારથી છ અઠવાડિયામાં કામ કરવા માંગીએ છીએ.” જે લોકોએ તેમના દસ્તાવેજો મેઇલ કર્યા છે તેઓએ નબળા સંદેશાવ્યવહાર અને તેમના દસ્તાવેજો ક્યારે મળશે તે અંગે સ્પષ્ટતા ન થઈ હોવાની વાત કરી છે. કેટલાક અરજદારોએ મહિનાની લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો છે, તો કેટલીકવાર નિશ્ચિત ફ્લાઇટ્સ માટે નારાજગી પણ વ્યક્ત કરી છે. સોમવારે ગોલ્ડે જણાવ્યું હતું કે, ફેડરલ સરકાર દ્વારા જ્યારે પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા, ત્યારે માંગમાં વધારો થવાની ધારણા હતી, પરંતુ લોકોએ એટલી અરજીઓ કરી ન હોતી.