અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં ગુજરાતના પટેલ પરિવારનો માળો પિંખાયો!
January 22, 2022

- વિદેશ મંત્રીએ રાજદૂત પાસે માંગ્યો રિપોર્ટ, 4 કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળ્યા
અમેરિકા અને કેનેડા બોર્ડર પર એમર્સન નજીક હચમચાવી નાંખે તેવી એક ઘટના બની છે, જેમાં એક બાળક સહિત 4 ભારતીયોનો પરિવાર બરફના તોફાનમાં ફસાઈ ગયો હતો અને માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ઠંડીથી થીજી જતાં તમામ મોતને ભેટ્યા છે. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.
પ્રાથમિક રિપોર્ટમાં એવું જાણવા મળી રહ્યું છે કે, ઘટનામાં ભોગ બનનાર પરિવાર મૂળ ગુજરાતી હતો અને તેઓ ઉત્તર ગુજરાતનાં ગાંધીનગર જિલ્લાના કાલોલના ઢીંગુચા ગામના પટેલ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે મહિનાથી કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ 32, ગ્રીન સીટી વિભાગ-1 માં રહેતા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા. 13 વર્ષની દીકરી અને એક 3 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે.
કેનેડિયન પોલીસના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, મૃતદેહ મળ્યા પહેલાં એજ દિવસે યુએસ બાજુના બોર્ડર પર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર ઓળંગી ગયા હતા. જેને કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. 4 કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળી આવ્યા હતા.
વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના પરિવારનું ઠંડીથી મૃત્યુ થયા બાદ શોક વ્યક્ત કર્યો હતો અને યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો.
જો કે સત્તાધીશો માનવું છે કે, પટેલ પરિવાર હિમવર્ષાની ઝપેટમાં ત્યારે આવ્યો જ્યારે તેઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામનો પટેલ પરિવાર સંપર્ક વિહોણો થયો છે. જગદીશ પટેલ અને વૈશાલી પટેલ તેમના બે સંતાનો સાથે કેનેડા ગયા છે
મૃતકોના નામ:
પટેલ જગદીશભાઈ બળદેવભાઈ (35)
પટેલ વૈશાલીબેન જગદીશભાઈ (33)
પટેલ વિહાનગી જગદીશભાઈ (13)
પટેલ ધાર્મિક જગદીશભાઈ (3)
Related Articles
એરલાઈન્સની સુવિધામાં ફેરફાર અંગે ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસરની ટ્વિટ બાદ વિવાદ
એરલાઈન્સની સુવિધામાં ફેરફાર અંગે ભૂતપૂર્...
May 21, 2022
સ્વિડન અને ફીનલેન્ડનાં નાટો પ્રવેશને માન્યતા આપનારામાં કેનેડા પ્રથમ દેશ
સ્વિડન અને ફીનલેન્ડનાં નાટો પ્રવેશને માન...
May 21, 2022
કેનેડામાં ઘરોની કિંમતમાં સતત બીજા મહિને ઘટાડો
કેનેડામાં ઘરોની કિંમતમાં સતત બીજા મહિને...
May 21, 2022
કેનેડામાં એડમિશન ફ્રોડ:વિઝા મુદ્દે ક્યુબેકની કોર્ટે દરમિયાનગીરી કરવાનો ઈનકાર કરતાં 500 ભારતીય વિદ્યાર્થીનું ભવિષ્ય સંકટમાં; રૂપિયા 45 કરોડની ફી કેનેડામાં ફસાઈ
કેનેડામાં એડમિશન ફ્રોડ:વિઝા મુદ્દે ક્યુબ...
May 21, 2022
કેનેડાના PM યુક્રેન પહોંચ્યા :રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવા કીવ પહોંચ્યા જસ્ટિન ટ્રૂડો, કહ્યું- પુતિન યુદ્ધ અપરાધના સૌથી નીચા સ્તરે આવી ગયા છે
કેનેડાના PM યુક્રેન પહોંચ્યા :રાષ્ટ્રપતિ...
May 09, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022