મહારાષ્ટ્ર કોરોનાનાં નવા કેસ મુદ્દે વિશ્વમાં ટોચનાં સ્થાને 

May 04, 2021

નવી દિલ્હી: છેલ્લા ૨૪ કલાકમાં આખા વિશ્વમાં સૌથી વધુ નવા કેસની સંખ્યામાં મહારાષ્ટ્ર ટોચના સ્થાને છે. મહારાષ્ટ્રમાં રવિવારે નવા ૫૬,૬૪૭ કેસ નોંધાયા
છે. આ પછી અમેરિકામાં બીજા નંબરે ૩૦૭૦૧, બ્રાઝિલમાં ૨૮૯૩૫, તુર્કીમાં ૨૫,૯૮૦ અને ઈરાનમાં ૧૮,૬૯૮ કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રમાં રવિવારે ૬૬૯ લોકોનાં મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૭,૦૦૦ને પાર થઈ ગઈ છે. જેમાંથી ૬,૬૮,૩૫૩ દર્દીઓની સારવાર
ચાલી રહી છે. ૭૦૨૮૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. કુલ મોતનાં મામલામાં મહારાષ્ટ્ર વિશ્વનાં ૨૦૯ દેશથી આગળ છે.  આ સ્થિતિને પગલે યુપી અને પિૃમ
બંગાળથી મહારાષ્ટ્ર આવનારા લોકો માટે છેલ્લાં ૪૮ કલોકનો કોરોના નેગેટીવ રિપોર્ટ લાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે.