વેક્સિનેટેડ થઈ ગયેલા અને સંક્રમણથી સાજા થયેલા લોકો જ મક્કા-મદિના જઈ શકશે

April 06, 2021

મક્કા : કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે રમઝાનની શરૂઆતથી જ મક્કા મદીનામાં જાયરીનોની એન્ટ્રી શરૂ કરાશે. સાઉદી અરબે નિર્ણય કર્યો છે કે અહીંયા તેવા લોકોને જ પ્રવેશ અપાશે જેમણે કાં' તો કોરોનાની વેક્સિન લઈ લીધી હોય, અથવા એક વાર સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી હોય. ન્યૂઝ એજન્સી AFPના અનુસાર, એવા લોકો જેમને વેક્સિનનો એક જ ડોઝ મળ્યો છે , તેઓ 14 દિવસ ક્વોરન્ટાઈન રહ્યા બાદ અહીં પ્રવેશ મેળવી શકે છે. મદીનામાં પણ આ પ્રકારની ગાઈડલાઈન અનુસરવાની રહેશે.