લોકો હજુ પણ મને આમિરની પત્ની તરીકે જ ઓળખે છેઃ કિરણ રાવ

February 12, 2024

મુંબઈ : આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવે એવું નિવેદન આપ્યું છે કે હજુ પણ લોકો મને આમિર ખાનની પત્ની તરીકે જ ઓળખે છે. મારી પોતાની ઓળખ જાણે ભૂંસાઈ ગઈ છે. કેટલાય લોકોેને તો મારું નામ જ ખબર હોતી નથી. તેઓ મારો ઉલ્લેખ આમિરની પત્ની તરીકે જ કરે છે કે એ રીતે જ મને સંબોધે છે. સાંયોગિક રીતે કિરણ રાવ અને આમિરનાં સંયુક્ત પ્રોડક્શન હેઠળની આગામી ફિલ્મ આવી રહી છે તેનું નામ 'લાપતા લેડીઝ' છે. તે પૂર્વે જ કિરણે આ રીતે પોતાની ઓળખ ભૂંસાઈ ગયું હોવાનું નિવેદન કર્યું છે. આમિર ખાન અને કિરણ રાવના બે વર્ષ પહેલાં ં છૂટાછેડા થઈ ગયા છે પરંતુ તેઓ હંમેશાં અનેક પ્રસંગોએ સાથે જ જોવા મળે છે. તાજેતરમાં આમિર અને તેની પત્ની રીનાની દીકરી આયરાનાં લગ્ન હતાં તો તેની દરેક વિધિમાં પણ કિરણ રાવે પરિવારના સભ્યની જેમ જ ભાગ લીધો હતો. બંને સાથે મળીને ફિલ્મો પ્રોડયૂસ પણ કરે છે. કિરણ રાવના મતે આમિરને તેને હવે એક ક્રિએટિવ પાર્ટનરની જેમ જુએ છે. કિરણના જણાવ્યા અનુસાર મારી જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ હોત તો તે ડિપ્રેશનમાં જતી રહી હોત. પરંતુ, હવે હું આ સંબંોધનથી ટેવાઈ ગઈ છે. કોઈ મને તમે આમિરની પત્ની છો ને, એમ પૂછે તો હું તેમાં સુધારો કરીને કહી દઉં છું કે હું તેની એક્સ વાઈફ છું. હવે મને આ બાબતથી હસવું આવે છે.