છત્તીસગઢમાં દુર્ગા વિસર્જનમાં જતા લોકોને ગાંજાથી ભરેલી કારે કચડી નાંખ્યા

October 15, 2021

બીજેપીએ છત્તીસગઢ સરકાર પર સવાલો ઉઠાવ્યા

જશપુર- છત્તીસગઢના જશપુર જિલ્લામાં અકસ્માત સર્જાયો છે. દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકોને પૂર ઝડપે આવતી કારે કચડી નાખ્યા હતા. આ દૂર્ઘટનામાં એકનું મોત થયું છે ત્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને લોકોમાં રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા લોકોએ અનેક કારમાં આગ ચાંપી હતી અને ગાડી ચલાવનાર ડ્રાઈવરને લોકોએ માર માર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોએ શહેરમાં બંધ પાળ્યું છે અને પોલીસ સ્ટેશને પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂર્તિ વિસર્જન દરમિયાન પૂર ઝડપે આવી રહેલી કારે શોભાયાત્રામાં ચાલી રહેલા લોકોને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ દૂર્ઘટનામાં મોતને ભેટેલે યુવકનું નામ ગૌરવ અગ્રવાલ છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. લોકોએ આરોપ લગાવ્યો છે કે, દુર્ઘટનાને કરનાર કારમાં ગાંજો ભરેલો હતો. જો કે પત્થલગાંવના એસડીઓપીએ આ અંગે કહ્યું કે, હાલમાં આ અંગે તપાસ ચાલી રહી છે.
તો બીજી તરફ જશપુરના એસપી વિજય અગ્રવાલે પણ આ દૂર્ઘટનામાં એકના મોતની પુષ્ટી કરી છે. તેમણએ કહ્યું કે, આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.