સચિન પાયલટ જૂથના ધારાસભ્યોની અયોગ્યતાના મામલે HC ના નિર્ણય વિરૂદ્ધ SC માં અરજી

July 31, 2020

નવી દિલ્હી: રાજસ્થાન વિધાનસભા કોંગ્રેસના મુખ્ય સચેતક મહેશ જોશીએ 24 જુલાઇના રોજ સચિન પાયલટ અને અન્ય ધારાસભ્યોની વિરૂદ્ધ અયોગ્યતાની કાર્યવાહીને સ્થગિત કરીને રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઇકોર્ટના આદેશ સ્પીકરના અધિકાર પર હસ્તક્ષેપ હતો. 


આ પહેલાં રાજસ્થાનમાં સચિન પાયલટ જૂના ધારાસભ્યોની અયોગ્યતાને સ્પીકર સીપી જોશી પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ચૂક્યા છે.  તેમણે રાજસ્થાન હાઇકોર્ટના 24 જુલાઇના આદેશને પડકાર ફેંક્યો છે. આ આદેશમાં હાઇકોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. જેના લીધે સ્પીકર પોતાની પાસે પેન્ડિંગ સચિન પાયલટ ગ્રુપના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતાની કાર્યવાહી પર હાલ નિર્ણય લઇ ન શકે. 


સ્પીકરે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટના 1992ના કિહિટો હોલોહોન કેસમાં આપેલા સંવિધાન પીઠના નિર્ણયનો હવાલો આપ્યો છે. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્પીકરના સામે અયોગ્યતાની કાર્યવાહી પેંડિંગ રહેતા કોર્ટ દખલ ન કરી શકે. પરંતુ હાઇકોર્ટે આ કેસમાં લક્ષ્ણ રેખાનું ઉલ્લંઘન કર્યું.   સ્પીકર સીપી જોશીએ પોતાની અરજીમાં કહ્યું કે સ્પીકરની શક્તિ પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચે એક જૂના ચૂકાદાને પેન્ડીંગ રાખ્યો છે. તે નિર્ણય એ છે કે જ્યાં સુધી સ્પીકર કોઇ ધારાસભ્યને અયોગ્ય ગણાવવાની પ્રક્રિયા પુરી કરી લેતા નથી. તે પહેલાં કોઇ કોર્ટમાં સ્પીકરની આ કાર્યવાહીને પડકારી શકાય નહી.