પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક દિવસના વિરામ બાદ ૨૭ અને ૨૯ પૈસાનો વધારો

May 19, 2021

નવી દિલ્હીઃ કંપનીઓ દ્વારા મંગળવારે પેટ્રોલના ભાવમાં લિટરે ૨૭ પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે ૨૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી દિલ્હીમાં પેટ્રોલના ભાવ લિટરે રૂ. ૯૨.૮૫ અને ડીઝલના ભાવ લિટરે રૂ. ૮૩.૫૧ થયા છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૨૭ પૈસા વધીને રૂ.૮૯.૯૦  પ્રતિ લિટર થયા છે, જ્યારે ડીઝલના ભાવ ૩૨ પૈસા વધીને રૂ.૮૯.૯૨ પ્રતિ લિટર થયા છે.  અન્ય રાજ્યોમાં સેસ અને લેવીના જુદાજુદા દર હોવાથી પેટ્રોલ અને ડીઝલમાં સરેરાશ ૨૫થી ૩૦ પૈસાનો વધારો થયો છે.  મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૦મી વખત વધારો કરાયો છે.
વિશ્વબજારમાં ક્રૂડ ઓઈલના ભાવ બેરલદીઠ ૬૯ ડોલરને પાર કરી ગયા છે એટલે નજીકનાં ભવિષ્યમાં પેટ્રો પેદાશોના ભાવમાં વધુ વધારો તોળાઈ રહ્યો છે.
આ વર્ષે ભાવ ૩૬ વખત વધ્યા અને ૪ વખત ઘટયા આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ભાવ ૩૬ વખત વધ્યા હતા અને ૪ વખત ઘટયા હતા. જાન્યુઆરીમાં ૧૦ વખત, ફેબ્રુઆરીમાં ૧૬ વખત વધારો કરાયો હતો. મે મહિનામાં ૧૦ વખત વધારો કરાયો હતો. જો કે માર્ચમાં ૩ વખત અને એપ્રિલમાં ૧ વખત ભાવ ઘટાડાયા હતા.