મહેરબાની કરીને ટિકિટો ના માંગતા, ઘરેથી એન્જોય કરજો : વર્લ્ડ કપ પહેલા કોહલીએ કરી વિનંતી

October 04, 2023

વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત આવતીકાલથી થવા જઈ રહી છે. પ્રથમ વખત ભારત વર્લ્ડ કપની યજમાની એકલા કરી રહ્યું છે. કુલ 10 ટીમો આ વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહી છે. ક્રિકેટ ચાહકોની નજર 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચ પર રહેશે. આ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તેના મિત્રો અને ફેન્સને એક ખાસ રિક્વેસ્ટ કરી છે. વિરાટે તેના પાસેથી મેચની ટિકિટ ન માંગવા બાબતે વિનંતી કરી છે. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા લખ્યું, 'જેમ-જેમ વર્લ્ડ કપ નજીવ આવી રહી છે, હું મારા તમામ મિત્રોને વિનંતી કરું છું કે તે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મારા પાસે ટિકિટ બિલકુલ માંગે નહીં. મહેરબાની કરીને પોતાના ઘરેથી જ મેચની આનંદ માણજો.' અનુષ્કા શર્માએ પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. અનુષ્કા શર્માએ પણ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરતા લખ્યું, 'હું પણ આમાં એક વાત ઉમેરવા માંગુ છું. કૃપયા કરીને મને પણ આ બાબતે મદદ માટે કહેતા નહીં. જો આવું કરશો હું મેસેજ વાંચીશ નહીં. અમને સમજવા બદલ તમારો ખુબ ખુબ આભાર.' અનુષ્કા અને વિરાટની શેર કરેલી પોસ્ટ જોઈ લાગે છે કે તેમના મિત્રો ઘણીવાર ટિકિટ માટે તેમને એપ્રોચ કરે છે, જેનાથી કંટાળીને બંને જણાએ એવી પોસ્ટ કરી જેનાથી હવે કોઈ તેમને ટિકિટ માટે પરેશાન કરશે નહીં. વિરાટ અને અનુષ્કાના અંગત જીવનની વાત કરીએ તો એવા સમાચાર આવી રહ્યા છે કે કપલ બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે.