સોલાર, ફ્રીઝ, AC, વોશિંગ મશીન માટે PLI સ્કીમને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

April 08, 2021

નવી દિલ્હી: દેશમાં વ્હાઈટ ગૂડ્ઝમાં જંગી આયાતને ઘટાડવા અને ઘરઆંગણે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. ફ્રીઝ, AC, વોશિંગ મશીન માટે PLI સ્કીમને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી આપવામાં આવી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં ૧૩ PLI યોજનાને મંજૂરી આપતાં ૧૦,૭૩૮ કરોડના બજેટની વ્યવસ્થા કરાઇ છે તેમ બેઠક બાદ કેન્દ્રીયપ્રધાન જાવડેકર અને પીયૂષ ગોયલે જણાવ્યું હતું. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકારે સોલાર માટે ૪૫૦૦ કરોડ જ્યારે અન્ય વ્હાઇટ ગૂડ્ઝ માટે ૬,૨૩૮ કરોડનું બજેટ ફાળવ્યું છે જે પાંચ વર્ષમાં આપવામાં આવશે. કેન્દ્રીયપ્રધાન ગોયલે જણાવ્યું હતું કે વિશ્વમાં એલઇડીના મામલે ભારત સૌથી આગળ છે. ઉજાલા યોજના હેઠળ એલઇડી લાઇટની કિંમતો પણ ઘટી ગઈ છે, સાથે મેન્યુફેક્ચરિંગ પણ ઝડપથી વધ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે ૧૩ પીએલઆઈ સ્કીમ મંજૂર કરી છે તેથી વિદેશી રોકાણ આકર્ષિત થશે, આ ઉપરાંત ગ્લોબ સપ્લાઇ ચેઇનમાં દેશને મહત્ત્વપૂર્ણ ભૂમિકા અપાવશે.