G20માં PM મોદીએ કહ્યું, અફઘાનને આતંકવાદનો અડ્ડો ન બનવા દો

October 12, 2021

દિલ્હી- પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે અફઘાનિસ્તાન સંકટ પર G20ની એક્સ્ટ્રાઓર્ડિનરી લીડર્સ સમિટમાં ભાગ લીધો. તેમને ઈતાલવી રાષ્ટ્રપતિએ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીને અફઘાન ક્ષેત્રને કટ્ટરપંથ અને આતંકવાદનો સ્ત્રોત બનતો રોકવા ઉપર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રી કાર્યલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીએ અફઘાનિસ્તાનમાં સમાવેશી પ્રશાસનનું આહવાન કર્યું. તેમણે અફઘાનિસ્તાનમાં સંયૂક્ત રાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકાના માટે સમર્થન આપ્યું અને અફઘાનિસ્તાન પર સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 2593માં ગર્ભિત સંદેશ માટે G-20ના નવા સમર્થનનું આહવાન કર્યું. પીએમઓ અનુસાર અફઘાનિસ્તાન પર G-20 શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે એક એકીકૃત આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા તૈયાર કરવાનું આહવાન કર્યું, જેના વિના અફઘાનિસ્તાનની સ્થિતિમાં યોગ્ય બદલાવ લાવવો મુશ્કેલ થશે.
નોંધનિય છે કે, આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, G-20ની એક્સ્ટ્રાઓર્ડિનરી લીડર્સ સમિટના એજન્ડામાં માનવીય જરૂરતોની પ્રતિક્રિયા અને યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં પ્રાથમિક સેવાઓ અને આજીવિકા સુધી પહોંચ સામેલ હશે. તમને જણાવી દઈએ કે આ વર્ષના ઓગસ્ટ મહિનામાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. પીએમ મોદીએ આ પહેલા શંઘાઈ સહયોગ સંગઠન-સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન અફઘાનિસ્તાન પર આઉટરિચ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.
G20માં વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓનો સામેલ છે. આ આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ બનાવવામાં મદદ કરવા અને અફઘાનિસ્તાનમાં બગડતા માનવતાવાદી સંકટને ઉકેલવા માટે પ્રયાસ કરી કરી રહ્યા છે. આ સમિટની જાહેરાત 29 સપ્ટેમ્બરે ઇટાલીના વડા પ્રધાન મારિયો ડ્રેગીએ કરી હતી. આ બેઠક રોમમાં 30 અને 31 ઓક્ટોબરે યોજાનાર G20 નેતાઓના શિખર સંમેલનના કેટલાક અઠવાડિયા પહેલા યોજાય છે.