PM મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું લોકાર્પણ કર્યું

October 30, 2020

કેવડિયા ; સરદાર વલ્લભાઈ પટેલ જન્મજયંતી 31 ઓક્ટોબરના એકતા દિવસની પરેડ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ બદલાયો છે. અગાઉ તેઓ શુક્રવારે સાંજે અમદાવાદ રિવરફ્રન્ટથી સી-પ્લેન મારફતે કેવડિયા કોલોની જવાના હતા. પરંતુ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન બાદ તેઓ શુક્રવારે સવારે 9.30 વાગે ગાંધીનગર આવશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી કેશુભાઈ પટેલના ધરે જઈને શ્રદ્ધાંજલિ પાઠવીને સ્વ. નરેશ કનોડિયાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. હવે પીએમ મોદી કેવડિયા પહોંચી ગયા છે અને ત્યાં વિવિધ 17 પ્રોજેક્ટનું લોકાર્પણ, 4 પ્રોજેક્ટનો ક્રમશ: શિલાન્યાસ કરશે.

ચિલડ્રન ન્યુટ્રિશન પાર્કનું લોકાર્પણ કર્યું
મોદીએ એક્તા મોલનું ઉદ્દઘાટન કરીને લોકો માટે ખુલ્લો મૂક્યો
પીએમ મોદી એક્તા મોલ પહોંચ્યા
મોદી બપોરે 12:10થી 12:50 દરમિયાન આરોગ્ય વન અને આરોગ્ય કુટિરનું લોકાર્પણ કર્યું
પીએમ મોદીએ આરોગ્ય વન પહોંચીને લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું લોકાર્પણ કરશે
17 પ્રોજેક્ટનું લોકાર્પણ, 4 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા
પીએમ મોદી કેવડિયા જવા રવાના
બન્ને ભાઈઓનો પ્રેમ પ્રેરણાદાયી- હિતુ કનોડિયા
હિતુ કનોડિયાનું નિવેદન પીએમ મોદીએ કહ્યું- બન્ને ભાઈઓ અમર થઈ ગયા
સ્વ. મહેશ-નરેશ કનોડિયાના પરિવારને મળી સાંત્વના આપી
PM મોદી સ્વ. મહેશ-નરેશ કનોડિયાના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી
પીએમ મોદી મહેશ-નરેશ કનોડિયાના ઘરે પહોંચ્યા
પીએમ મોદી સ્વ. કેશુભાઈ પટેલના ઘરેથી રવાના
ભાજપના ભીષ્મપિતામહ એવા કેશુબાપાના નિધન પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનોને સાંત્વના આપી, ત્યારબાદ પરિવારજનોએ આભાર માન્યો હતો