પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનું ઉમળકાભેર સ્વાગત કર્યું

February 24, 2020

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લેન એરફોર્સ વન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિના સ્વાગત માટે પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કર્યું હતું. અને એરપોર્ટ પર જ જાદૂ કી જપ્પી આપી પીએમ મોદી ટ્રમ્પને ભેટી પડ્યા હતા.
સોમવારની સવારે નિયત સમય પર અમેરિકા રાષ્ટ્રપ્રમુખનું પ્લેન એરપોર્ટ પર લેન્ડ થઈ ગયું હતું. એરપોર્ટ પર પીએમ મોદી, સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેનમાંથી નીચે ઉતરતાં જ મોદી ટ્રમ્પને ભેટી પડ્યા હતા. જાણે કે વર્ષો જૂનો દોસ્ત મળ્યો હોય તે રીતે પીએમ મોદીએ ટ્રમ્પનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સાથે જ મેલાનિયા ટ્રમ્પને પણ હાથ મિલાવીને પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું.