પીએમ મોદી આજે રાતે 8 વાગ્યે ફરી કરશે દેશને સંબોધન

March 24, 2020

નવી દિલ્હી  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વખત દેશને રાતે 8 વાગ્યે સંબોધન કરશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, કોરોના વાયરસના વધતા જતા પ્રકોપના સંદર્ભમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશના લોકો સાથે શેર કરીશ. આજે રાતે આઠ વાગ્યે હું દેશને સંબોધિત કરીશ.

આ પહેલા પીએમ મોદીએ 19માર્ચે દેશને સંબોધન કરીને 22 માર્ચે દેશને જનતા કરફ્યુનુ પાલન કરવાની અપીલ કરી હતી. તેમની અપીલની દેશમાં વ્યાપક અસર જોવા  મળી હતી.

એ પછી તેમણે લોકડાઉનનુ પાલન કરવા માટે પણ અપીલ કરી હતી. જોકે લોકોમાં લોકડાઉનને લઈને એટલી ગંભીરતા જોવા નહી મળ્યા બાદ હવે પોલીસે તેનો કડકાઈથી અમલ કરાવવાનુ શરુ કર્યુ છે. મહારાષ્ટ્ર સહિતના ચાર રાજ્યોએ તો કરફ્યુ પણ લાગુ કરી દીધો છે.

જોકે હજી પણ લોકો ગંભીરતા નહી સમજી રહ્યા હોવાથી પીએમ મોદીએ ફરી ટીવી પર સંબોધન કરવાનુ પસંદ કર્યુ હોવાનુ મનાઈ રહ્યુ છે.