Breaking News :
દિલ્હી MCD પેટાચૂંટણીમાં AAPનો 'ચોગ્ગો', ભાજપ-0, AAPના કાર્યકરોએ કહ્યું- 'થઈ ગયું કામ, જય શ્રીરામ' ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી, ના વેરામાં રાહત, ના કોઈ નવી યોજના કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી ભાજપની ટીકા કરનારા તાપસી પન્નુ-અનુરાગ કશ્યપના ઘરે આવકવેરાની ટીમ પહોંચી, ટેક્સ ચોરીનો આક્ષેપ પારલે બિસ્કિટ સામે કોર્ટમાં કેસ:ઓરિયોએ બિસ્કિટની ડિઝાઇન બાબતે કર્યો વિરોધ, 12 એપ્રિલે આગામી સુનાવણી ગુજરાત બજેટ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ.1500 કરોડની ફાળવણી,ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પદે પીએમ મોદીની તાજપોશી

January 18, 2021

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલના અવસાન બાદ આ જગ્યા ખાલી પડી હતી. જોકે આજે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યૂઅલી મિટિંગ યોજાઇ હતી. જેમા અમિત શાહ, અડવાણી સહિત ટ્રસ્ટી બેઠકમાં જોડાયા હતા. જેમા સર્વાનુમતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. વડાપ્રાધન નરેન્દ્ર મોદીને એક વર્ષના કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમવારે યોજાયેલી સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યૂઅલી મીટિંગમાં તમામ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં અધ્યક્ષ તરીકે પીએમ નરેન્દ્ર મોદીની વરણી કરાઇ હતી. આ મીટિંગમાં લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહે પીએમ મોદીને પ્રથમ ટેકો આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, બે વખત સોમનાથ ટ્રસ્ટના ચેરમેનને લઇ થનારી વર્ચ્યુઅલ બેઠક રદ થયા બાદ આજે યોજાઈ હતી. સોમનાથ ટ્રસ્ટના નવા અધ્યક્ષ પદે પીએમ નરેન્દ્ર મોદીને સ્થાન મળ્યું છે. કેશુભાઈ પટેલ બાદ હવે પીએમ મોદી આ ટ્રસ્ટના નવા અધ્યક્ષ પદે તાજપોશી થઈ છે. સોમનાથ દર્શને આવતા દેશ-વિદેશના ભાવીકોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે અને રહેવા-જમવાની સુવિધા મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ કામગીરી આવનાર છે.