વડાપ્રધાન મોદીનો બેલ્જિયમ પ્રવાસ હાલ પૂરતો મોકૂફ

March 05, 2020

નવી દિલ્હી  : કોરોના વાયરસ દુનિયાના 70થી પણ વધારે દેશોમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ વાયરસથી બચવા માટે વિશ્વનાં તમામ  દેશોનાં લોકો સાવચેતીના પગલા ભરી રહ્યાં છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં કોરોનાના 30 કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસને પણ કોરોના વાયરસની અસર થઇ છે.

કોરોના વાઈરસને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બેલ્જિયમ પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે ભારત- યુરોપિયન યુનિયન સમ્મેલનની નવી તારીખ અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યુ હતું કે, ભારત- યુરોપિયન સંઘ શિખરમાં ભાગલેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાના હતા. પરંતુ કોરોના વાઈરસને લઈને જે સ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખતા આ યાત્રા હાલના તબક્કે યોજી શકાય તેમ નથી.