પોલીસે સર્ચ-ઓપરેશન પૂરું કર્યું, ફોન કરી બોમ્બ મૂકવાની ધમકી આપનારની ઓળખ કરાઈ
March 04, 2021

આગરા : તાજ મહેલમાં બોમ્બની ખબર ખોટી નીકળી છે. પોલીસે સર્ચ-ઓપરેશન પૂરું કર્યું, ફોન કરી બોમ્બ મૂકવાની ધમકી આપનારની ઓળખ કરી લીધી છે. હવે પર્યટકો માટે ફરી તાજ મહેલના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
આગરાના આઈજીએ કહ્યું છે કે બોમ્બની ખબર ખોટી નીકળી છે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ફિરોઝાબાદમાંથી એક અજાણી વ્યક્તિએ બોમ્બની ખોટી માહિતી આપી હતી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તાજ મહેલમાં બોમ્બ મળ્યો હોવાની માહિતી મળ્યા પછી પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ માહિતી મળ્યા પછી ઘટનાસ્થળે દોડાદોડી થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોઈએ ફોન કરીને તાજ મહેલમાં વિસ્ફોટ રાખ્યો હોવાની માહિતી આપી હતી. ત્યાર પછી CISF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે તાજ મહેલના બંને દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.
સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ-ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બ મૂકવાની માહિતી કોઈ અજાણી વ્યક્તિએ 112 નંબર પર આપી હતી. તેણે કહ્યું હતું કે સૈનિકોની ભરતીમાં ગરબડ થઈ રહી છે અને એને કારણે પ્રોપર ભરતી નથી થઈ રહી, તેથી તેણે તાજ મહેલમાં બોમ્બ રાખી દીધો છે, જે થોડી વારમાં બ્લાસ્ટ થઈ જશે. આગરા પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને સીઓની આગેવાનીમાં ટીમ તાજ મહેલ પરિસરમાં ચેકિંગ અભિયાન શરૂ કરીને તપાસ કરી રહી છે.
Related Articles
મહારાષ્ટ્રમાં 21 દિવસના લોકડાઉનના ભણકારા, આવતીકાલની બેઠકમાં નિર્ણય લેવાશે
મહારાષ્ટ્રમાં 21 દિવસના લોકડાઉનના ભણકારા...
Apr 11, 2021
આંશિક લોકડાઉનથી ઈકોનોમી પર થશે બહુ ખરાબ અસર, સર્વેમાં ખુલાસો
આંશિક લોકડાઉનથી ઈકોનોમી પર થશે બહુ ખરાબ...
Apr 11, 2021
દિલ્હીમાં ફરી તૂટ્યો કોરોનાનો રેકોર્ડ, નવા 10,74 કેસ, મુંબઈમાં પણ સ્થિતિ ખરાબ
દિલ્હીમાં ફરી તૂટ્યો કોરોનાનો રેકોર્ડ, ન...
Apr 11, 2021
ચૂંટણીવાળા રાજ્યોમાં કોરોના કેસ કેમ નથી વધી રહ્યા, તપાસ કરાવીશું : મહારાષ્ટ્રના મંત્રીનું નિવેદન
ચૂંટણીવાળા રાજ્યોમાં કોરોના કેસ કેમ નથી...
Apr 11, 2021
દંતેવાડામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ, અનેક નક્સલીઓ મર્યાની શંકા
દંતેવાડામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે...
Apr 11, 2021
ભારતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, છેલ્લાં 24 કલાકમાં દોઢ લાખથી વધુ કેસ આવતા હાહાકાર
ભારતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, છેલ્લાં 2...
Apr 11, 2021
Trending NEWS

11 April, 2021
.jpeg)
11 April, 2021
.jpeg)
11 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021