પોલીસ તપાસ વગર SC-ST એક્ટ અંતર્ગત ફરિયાદ મળતા જ ધરપકડ કરી શકશે

February 10, 2020

નવી દિલ્હી : અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંશોધન કાયદો 2018 પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે. જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચ મામલે એસસી-એસટી સંશોધન કાયદાને પડકાર આપનારી અરજીને ફગાવી દીધી છે. હવે એસસી-એસટી સંશોધન કાયદા અનુસાર ફરિયાદ મળ્યા બાદ એફઆઈઆર નોંધાશે અને ધરપકડ થશે.