સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું

March 04, 2021

અમદાવાદ : શહેરમાં ફરી બર્ડ ફલૂ, સોલા વિસ્તારમાં મરઘાનું સેમ્પલ પોઝિટિવ આવતાં બર્ડ ફ્લૂ હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી આ વિશે માહિતી આપી છે. કલેક્ટરે સોલા વિસ્તારમાં આવેલા 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. સોલામાં મરઘાં, ઈંડા, મૃત પક્ષીઓ વેચવા-ખરીદવા કે ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત 1થી 10 કિલોમીટર વિસ્તારમાં આવતા પોલ્ટ્રી ફાર્મમાં માલિકોને ઈંડા, મરઘાં વગેરે લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.