શ્રાવણમાં બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, આ 3 રાશિઓના લોકો બનશે ધનિક

July 18, 2024

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. શ્રાવણનો મહિનો ખુબ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ માસ શંકર ભગવાનને સમર્પિત હોય છે અને ભક્ત દેવોના દેવા મહાદેવ અને માતા પાર્વતીની પૂજા આરાધના કરે છે. આ માસમાં ભગવાન શિવની વિધિવત પૂજા કરવા સાથે વ્રત રાખવાનું વિધાન છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે શ્રાવણ માસમાં ઘણા શુભ રાજયોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ વર્ષે શ્રાવણ મહિનો 22 જુલાઇથી શરુ થઇ રહ્યો છે. તેમજ 29 જુલાઇએ ચંદ્રમાં મેષ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. ગુરુ-ચંદ્રની યુતિથી ગજકેસરી યોગનું નિર્માણ કરશે. આ રાજયોગ બનવાથી અમુક રાશિઓને અપાર સફળતા સાથે ખુબ ધનલાભ થશે.

વૃષભ રાશિ

નોકરી કારોબારમાં સફળતા મળશે. આ રાશિના અધુરા કે અટવાયેલા કામો આ સમયમાં પુરા થઇ શકે છે. ધનની પ્રાપ્તિ થશે. જો ક્યાંય તમારા પૈસા અટવાયેલા છે તો મળી શકે છે. આ સિવાય ધનૃ-પ્રાપ્તિના નવા સોર્સ ખુલશે. નોકરીયાત વર્ગ જે નવી નોકરીની શોધમાં છે તેમને સારી નોકરી મળી શકે છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરો.

સિંહ

આ રાશિના જાતકોને પોતાની કારર્કિર્દીમાં સારા પરિણામોં પ્રાપ્ત થશે. ધંધાર્થીઓ માટે પણ આ સમય સારો સાબિત થશે. આ સમયમાં ધંધામાં લાભ થતો જણાઇ રહ્યો છે. પ્રમોશન થવાની સાથે તમારી આર્થિક સ્થિતિ પણ સધ્ધર થશે. જો તમે ઇન્વેસ્ટ કરવાનુ વિચારી રહ્યા હોય તો કોઇ પ્રોપટીમાં ઇન્વેસ્ટ કરવા માટે આ સમય સારો છે.

મકર

આ ગજકેસરી રાજયોગની અસર મકર રાશિના લોકો પર સારી પડવાની છે, જેનાથી સુખ-સંપત્તિન યોગ દેખાઇ રહ્યાં છે. જે લોકો પણ રોકાણ કરવાનું વિચારી રહ્યાં છે તો આ સમયમાં રોકાણ કરવુ તમારા માટે લાભકારી સાબિત થશે. કરિયર માટે પણ આ સમય શુભ સાબિત થશે. દાંપત્યજીવનમાં સુખ શાંતિ રહેશે. ઘરમાં કોઇ મહેમાન આવી શકે છે. ચિંતાઓથી દુર રહેશો.