ઓન્ટેરિયોમાં શિયાળામાં શાળાઓ ખુલે તેવી શકયતા તદ્ન નહિવત : પ્રિમીયર ફોર્ડ

June 05, 2021

  • પ્રાંતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થયું હોવાની પ્રિમીયરની સ્પષ્ટતા
ટોરોન્ટો : ઓન્ટેરિયોના વિદ્યાર્થીઓ માટે શાળામાં જઈને ભણી શકે એવા સંજોગો સપ્ટેમ્બર પહેલા નહીં આવી શકે એવી સ્પષ્ટતા પ્રિમીયરે બુધવારે પત્રકાર પરિષદમાં કરી હતી. તેમણે કહ્યું હતુ કે, હું નથી ઈચ્છતો કે, બાળકોના સમર વેકેશનમાં કાપ આવે અથવા તો એમના આરોગ્ય સામે કોઈ ખતરો ઉભો થાય. એટલા માટે જ શાળાના વર્ગો ઝડપથી શરૂ કરવા માટેની માંગણીઓ પર અમે ધ્યાન નથી આપતા. 
આ અગાઉ સોમવારે તેમની સમક્ષ એવી રજુઆત થઈ હતી કે, ઓનલાઈન શિણને બદલે કલાસરૂમ ફરીથી શરૂ કરી દેવા જોઈએ એવું નિષ્ણાંતો માની રહ્યા છે. 
જેના જવાબમાં ફોર્ડે આમ કહ્યું હતું. શિયાળા પહેલા શાળાઓ ખોલવામાં નહીં આવે એવી સ્પષ્ટતા તેમણે બુધવારની પત્રકાર પરિષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રાંતમાં હજુ પણ સંક્રમણના આંકડા ઓછા થયા નથી, એ તરફ પણ નિષ્ણાંતોએ ધ્યાન આપવું જોઈએ. સંક્રમણનો દર છ ટકાથી વધીને ૧૧ ટકા જેટલો થયો છે. કેનેડાના ઘણાં પ્રાંતોમાં કલાસરૂમમાં શિક્ષણ શરૂ થયું હોવાની દલીલ સામે તેમણે કહ્યું હતું કે ઓન્ટેરિયોમાં જે 
સ્થિતિ છે એને જોઈને જ નિર્ણય લેવાશે. શાળા શરૂ થાય એ પહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા શાળાઓના અન્ય સ્ટાફનું વેકસીનેશન થવું એટલું જ જરૂરી છે. એટલે અત્યારે અમારૂં બધુ ધ્યાન એ તરફ જ છે. એ વાત સાચી છે કે, ઓન્ટેરિયોના મોટાભાગના વિદ્યાર્થીઓ ર૦૧૯ના એપ્રિલથી ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે અને જયારે કોવિડના ત્રીજા વેવની સંભાવના સામે હોય, ત્યારે શાળાઓ ફરીથી શરૂ કરવાનું જોખમી પુરવાર થઈ શકે છે. આમ છતાં અમે સ્કુલ બોર્ડસ સાથે ચર્ચા કરી આઉટડોર ગ્રેજયુયેશન સેરીમની બધા ગ્રેડ માટે યોજાય એવી વ્યવસ્થા કરવા માંગીએ છીએ. જેથી શૈક્ષણિક સ્ટાફ અને શાળા સાથેનો વિદ્યાર્થીઓનો સંપર્ક પણ જળવાઈ રહે.