જૂના કાયદાઓમાં મોટા ફેરફારની તૈયારી
September 06, 2021

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોલીસ રિસર્ચ અને વિકાસ બ્યૂરોના ૫૧માં સ્થાપના દિવસના સંબોધન દરમિયાન ખાસ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આઈપીસી, સીપીસી, એવિડન્સ એક્ટમાં ફેરફાર કરવાની વાત કહી હતી. જેના માટે કેન્દ્રના વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્રીય બળો અને તમામ બિન સરકારી સંગઠનોની સલાહ પણ મળી છે. હવે મળેલા આ સૂચનો અને સલાહના આધારે એક્સપર્ટ્સ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, ગુનાહિત ન્યાય પ્રણાલીના એક મોટા બદલાવ માટે અમે તૈયાર છીએ. પોલીસ રિસર્ચ અને વિકાસ બ્યૂરોના ૫૧મા સ્થાપના દિવસે સંબોધન કરતા અમિત શાહે કહ્યું
કે, સંગઠનોમાં બે વર્ષોથી ચાલી રહેલી વિચાર પ્રક્રિયા એક મહત્વપૂર્ણ ભાગ છે. કાયદાઓમાં ફેરફાર કરવો પડસે અને તેને આધુનિક સમય તથા ભારતીય પરિસ્થિતિઓની સાથે તાલમેલ બેસાડવો પડશે. ૧૪ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો સિવાય આઠ કેન્દ્રીય પોલીસ સંગઠન, છ કેન્દ્રીય પોલીસ બળ અને સાત બિન સરકારી સંગઠનોએ દશકો જૂના કાયદાઓમાં સંભવિત ફેરફાર કરવા માટે પોતાના વિચારો રજૂ કર્યા છે. જેના પર વિચાર વિમર્શ અને મંથન થયા બાદ જ કાયદામાં ફેરફાર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગૃહ મંત્રાલયના વિચાર વિમર્શમાં કોર્ટ અને બાર એસોસિએશન પણ સામેલ છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે, આના પર કામ ચાલી રહ્યું છે. જ્યારે ભાષણમાં અમિત શાહે કહ્યું કે, કયારેક કયારેક પોલીસને અયોગ્ય આલોચનાનો સામનો કરવો પડતો હોય છે. મોટાભાગે તેમને કઠોર અને સંવેદનશીલ કેસ સોંપવામાં આવતા હોય છે. જો કે, નાગરિક અધિકાર કાર્યકર્તાઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના દુરુપયોગ કરવા સંબંધી કાયદાઓ પર વિચાર થઈ શકે છે. તમામ સંસ્થાઓ આઈપીસીની કલમોને ખતમ કરવાની માગણી કરી રહી છે. જ્યારે રાષ્ટ્ર વિરોધી ગતિવિધીઓને એક જ કાયદા હેઠળ દંડનીય બનાવવાની જરૂરીયાત છે. તમામ વિશેષજ્ઞોએ આ માટે પોતાની સલાહ રજૂ કરી છે. મોબ લિન્ચિંગ જેવા ગુનાના કાયદામાં પણ ફેરફારની માગ ઉઠી છે. જે વર્તમાન સમયમાં હત્યા સંબંધિત આઈપીસી કલમો બેઠળ નિપટાવવામાં આવે છે. મોતની સજા મેળવનારા ગુનેગારોને ફાંસીનો સામનો કરતા પહેલાં કદાચ દયા અરજી કાયદાના દુરૂપયોગ સંબંધિત કાયદાઓમાં સંશોધન કરીને રોક લગાવવી જોઈએ. અમિત શાહે ડ્રોન હુમલા, સાઈબર અટેક, નશીલા પદાર્ષોની તસ્કરી, નકલી મુદ્રા અને હવાલા વેપારને પોલીસબળ માટે મોટો પડકાર ગણાવ્યો. શનિવારે આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન બીટ સિસ્ટમને મજબૂત કરવા માટે જરૂરીયાતો પર પ્રભાવ નાખતા અમિત શાહે બીપીઆરએન્ડડીને સારી જમીની સ્તરની પોલીસિંગ માટે અને ટેકનોલોજીથી સજ્જ કરવાના પ્રયાસોને તેજ કરવા માટે કહ્યું.
Related Articles
રામ મંદિરને બોમ્બથી ઉડાવાની ધમકી, પોલીસ-સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
રામ મંદિરને બોમ્બથી ઉડાવાની ધમકી, પોલીસ-...
Feb 02, 2023
મોદી પર ડોક્યુમેન્ટરી બનાવનાર BBC પર પ્રતિબંધ મૂકવાની અરજી
મોદી પર ડોક્યુમેન્ટરી બનાવનાર BBC પર પ્ર...
Feb 02, 2023
:600 વર્ષ જૂની 2 શાલિગ્રામ શિલા નેપાળથી 373 કિમી અને 7 દિવસની યાત્રા પછી અયોધ્યા પહોંચી
:600 વર્ષ જૂની 2 શાલિગ્રામ શિલા નેપાળથી...
Feb 02, 2023
PM મોદીએ કહ્યું, બજેટથી તમામ વર્ગના લોકોનું સપનું પુરુ થશે
PM મોદીએ કહ્યું, બજેટથી તમામ વર્ગના લોકો...
Feb 01, 2023
7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં : ટેક્સ સ્લેબમાં મોટી રાહત,
7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં : ટેક...
Feb 01, 2023
સીતારમણનું 5મું બજેટ:નાણામંત્રીની જાહેરાત- આઈડી તરીકે PAN કાર્ડ માન્ય ગણાશે, દેશમાં 50 નવા એરપોર્ટ બનશે
સીતારમણનું 5મું બજેટ:નાણામંત્રીની જાહેરા...
Feb 01, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023