પુરીમાં તૈયારીઓ પૂર્ણ : ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નીજ મંદિર પરત ફરશે

July 15, 2024

બહુદા યાત્રા જે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેન - દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રના નવ દિવસના રોકાણને સમાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગુંડીચા ત્રણ અલગ-અલગ રથમાં શ્રી મંદિર પરત ફરશે જેને ભક્તો ખેંચશે. ઓરિસ્સાના પુરીમાં 7 જુલાઈ, રવિવારથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ રથયાત્રા 9 દિવસ સુધી ચાલે છે.

તેમની માસીના ઘરે એટલે કે ગુંડિચા મંદિરમાં 8 દિવસ આરામ કર્યા પછી, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા 9માં દિવસે તેમના ઘરે એટલે કે નીજ મંદિરમાં પાછા ફરે છે. ભગવાન જગન્નાથની પરત યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ઘણી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. બહુદા યાત્રા સાથે રથયાત્રા સમાપ્ત થશે.

તેમની માસીના ઘરે એટલે કે ગુંડીચા મંદિરમાં 8 દિવસ આરામ કર્યા પછી, અષાઢ શુક્લ દશમી તિથિના રોજ, ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ફરીથી તેમના ઘર એટલે કે મંદિર માટે રવાના થાય છે. આ પરત યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે. આ વખતે બહુદા યાત્રા 16મી જુલાઈ, મંગળવારના રોજ છે.