રાષ્ટ્રપતિ જો બાઇડેનની પૌત્રીએ કર્યાં લગ્ન, વ્હાઇટ હાઉસમાં કાર્યક્રમ યોજાયો

November 20, 2022

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની પૌત્રી નાઓમી બાઇડેને વ્હાઇટ હાઉસમાં આયોજીત એક સમારોહમાં પીટર નીલ સાથે લગ્ન કર્યાં છે. પીપલ મેગેઝિનના એક રિપોર્ટ પ્રમાણે આ સેરેમની સાઉથ લોનમાં યોજાઈ હતી. આ એક ખાનગી ફંક્શન હતું. વ્હાઇટ હાઉસના ઈતિહાસમાં આ 19મો લગ્ન સમારોહ હતો. 


ઐતિહાસિક કાર્યક્રમમાં નાઓમીના દાદા-દાદી, રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પ્રથમ મહિલા જિલ બાઇડેન હાજર રહ્યાં હતા. પીપલ મેગેઝિન અનુસાર, એક દાયકામાં આ પ્રથમવાર હતું, જ્યારે વ્હાઇટ હાઉસમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ પ્રથમવાર હતું જ્યારે કોઈ રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં ગ્રાન્ડ ચાઇલ્ડના લગ્ન રાષ્ટ્રપતિ ભવનની આસપાસ થયા હોય. દિવસભર લગ્નની ઉજવણી ચાલી હતી.