વડાપ્રધાન મોદીએ સિંગાપોરમાં ઢોલ વગાડ્યું, મહિલાઓએ રાખડી બાંધી કર્યું સ્વાગત

September 04, 2024

બ્રુનેઇ : વડાપ્રધાન મોદી બ્રુનેઇ બાદ સિંગાપોરની મુલાકાતે પહોંચ્યા છે. આશરે છ વર્ષ પછી વડાપ્રધાન મોદી સિંગાપોરની મુલાકાતે છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારતના 'એક્ટ ઇસ્ટ પોલિસી' માટે મહત્ત્વની છે. આ દરમિયાન ભારતીય મૂળના લોકો દ્વારા હોટલની બહાર તેમનો ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન પોતાની આ મુલાકાત દરમિયાન સિંગાપોરના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરશે.

વડાપ્રધાન મોદી જ્યારે સિંગાપોરની હોટલમાં પહોંચ્યા ત્યાં હાજર ભારતીય મૂળના લોકોએ તેમનો ભવ્ય સ્વાગત કર્યો હતો. ભારતીય મૂળની મહિલાઓએ તેમને રાખડી બાંધી હતી. આ દરમિયાન ભારતીય મૂળના લોકોનો ઉત્સાહ જોઇ પીએમ મોદીએ ઢોલ વગાડ્યું હતો અને લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. આ ઉપરાંત લોકોએ 'ગણપતિ બાપ્પા મોર્યા'ના નારા પણ લગાવ્યા હતા.

સિંગાપોર એશિયન દેશોમાં ભારતનો સૌથી મોટો અને વિશ્વમાં છઠ્ઠો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. વેપાર અને આયાત મુદ્દે વડાપ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વની છે. ભારતમાં આયાત થતી વસ્તુઓમાં સિંગાપોરની મોટી ભાગીદારી છે. સિંગાપોરની વૈશ્વિક સેમીકંડક્ટર ઇકો સિસ્ટમમાં મહત્ત્વની ભૂમિકા છે. ભારત પણ આ ક્ષેત્રે સિંગાપોર સાથે મોટા પ્રમાણમાં વેપાર કરે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી 'સાઉથ ચાઇના સી' અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પણ ઉઠાવી શકે છે. આ ઉપરાંત તેઓ સિંગાપોરના બિઝનેસ લીડર્સ અને કેટલીક મોટી કંપનીઓના સીઇઓથી પણ મુલાકાત કરશે.