શાહીનબાગ તરફથી વડાપ્રધાન મોદીને પ્રેમભર્યું આમંત્રણ, મોદી તુમ કબ આયોગે

February 13, 2020

નવી દિલ્હી :  વેલેન્ટાઈનના અવસર પર દિલ્હીના શાહીનબાગથી વડાપ્રધાન મોદી માટે કંઈક અનોખા અંદાજમાં વિશ કર્યું છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદીના નામના કાર્ડ લખી તેના પર લખ્યું છે.

મોદી તમે ક્યારે આવશો. આ કાર્ડમાં વડાપ્રધાન મોદીને શાહીનબાગમાં બોલાવી પોતાની સરપ્રાઈઝ ગીફટ આપવાનું પણ કહેવાયું છે.

નક્કી કરેલા કાર્યક્રમ મુજબ ગુરૂવારે સાંજે શાહીનબાગની દાદીઓએ હજારો લોકોની હાજરીમાં વડાપ્રધાન મોદીને જે સરપ્રાઈઝ આપવાની હતી તે, ગિફ્ટ ખોલી, જેમાં એક ટેડી બિયર હતું.

ત્યાર બાદ મંચ પરથી મેસેજ આપવામાં આવ્યો કે, ભારત જ અમારો વેલેન્ટાઈન છે અને અમે અમાર દેશને ખૂબ પ્રેમ કરીએ છીએ.

વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને અનેક કાર્ડ પણ છપાવવામાં આવ્યા છે, જેમાં લખ્યું છે કે, વડાપ્રધાન મોદી શાહીનબાગમાં આવી વેલેન્ટાઈન ડે મનાવો.

શાહીનબાગમાં આ બે દિવસ કોઈ પણ પ્રકારનું રાજકીય ભાષણ થશે નહીં. જણાવી દઈએ કે, 15 ડિસેમ્બરથી અહીં સીએએ અને એનઆરસીને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.