વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો રેલનો 30મી સપ્ટેમ્બરે પ્રારંભ કરાવશે

September 25, 2022

નવરાત્રિના પાંચમાં નોરતે અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળશે. અમદાવાદીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેટ્રો રેલવેમાં સફર કરવાનુ સપનું ટૂંક જ દિવસોમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. શહેરના મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ તબક્કાની મેટ્રો રેલવે પ્રારંભ કરાવશે.

પીએમ નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે. મેટ્રોની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રૂ. 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. મેટ્રોના સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે.