પ્રિન્સ હેરી માટે આ વાતથી ચિંતિત હતા એલિઝાબેથ II : બાયોગ્રાફીમાં દાવો

November 28, 2022

લંડન: બ્રિટનનો શાહી પરિવાર કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. ક્વીન એલિઝાબેથ II નું થોડા સમય પહેલા અવસાન થયુ હતુ. તેમની પર એક બાયોગ્રાફી લખાઈ છે. જેમાં લેખકે તે ઈન્ટરવ્યુને મુદ્દે ખુલાસો કર્યો છે જે ખૂબ ચર્ચાનો વિષય હતો. લેખકે લખ્યુ છે કે મહારાણી ટીવી ઈન્ટરવ્યુના કારણે નહીં પરંતુ તેઓ પ્રિન્સ હેરી માટે ચિંતિત હતા. બ્રિટિશ બ્રોડકાસ્ટર જાઈલ્સ બ્રૈંડ્રેથે દિવંગત મહારાણી પર એક બાયોગ્રાફી લખી હતી. જેનું નામ છે 'એલિઝાબેથ: એન ઈન્ટિમેટ પોટ્રેટ.' જોકે આ હજુ પબ્લિશ થઈ નથી. પુસ્તકમાં દાવો કરાયો છે કે તેમનું (મહારાણી)નું માનવુ છેકે તેમના પૌત્ર પ્રિન્સ હેરી પોતાની નવી દુલ્હન મેઘન માર્કલને વધારે પડતો પ્રેમ કરી રહ્યા હતા. ડિસેમ્બરમાં પ્રકાશિત થનારી પુસ્તક અનુસાર જ્યારે હેરીએ જાહેરાત કરી કે તેઓ માર્કલ સાથે લગ્ન કરવાના છે તો મહારાણી ખરેખર ખુશ હતા.