નવી મુંબઇમાં કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલો વધુ પૈસા વસૂલ નહી કરી શકે

July 07, 2020

મુંબઇ : કોરોનાના દરદીની સારવાર માટે ખાનગી હોસ્પિટલો તરફથી જંગી રકમના બિલ વસૂલ કરાય છે. આવી ફરિયાદોના રીતસર ગંજ ખડકાઇ રહ્યાં છે. એટલે ખાનગી હોસ્પિટલોની આ પૈસા નવી મુંબઇના ધોધ ઉપર ચોમાસામાં જવાની મનાઇ.

મ્યુનિસિપલ કમિશનર અણ્ણાસાહેબ મિસાળે ખાનગી હોસ્પિટલો જે બિલ વસૂલ કરે છે તેની ઉપર અંકુશ મૂકવા માટે સ્પેશ્યલ ઓડિટ કમિટિ રચી છે. ખાનગી હોસ્પિટલના બિલ બાબત ફરિયાદ મળ્યા પછી આ કમિટિ પૂરતી તપાસ કરશે અને ૭૨ કલાકમાં જ કાર્યવાહી કરશે. આને કારણે સામાન્ય માણસને ઘણી રાહત થશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા  મુજબ કમિટિ પાસે ફરિયાદ આવ્યા પછી ૭૨ કલાકમાં તેનો રિપોર્ટ એડિશનલ કમિશનર સુજાતા ઢોળેને સુપરત કરવામાં આવશે. ત્યાર પછી પગલાં લેવામાં આવશે. આ વિશે વધુ માહિતી માટે નવી મુંબઇ મહાપાલિકાનો ટેલિફોન નંબર  ૦૨૨-૨૭૫૬૭૨૬૧ ઉપર સંપર્ક સાધવા માટે લોકોને જણાવવામાં આવ્યું છે.