પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી મેરીને પણ 'દેશી ગર્લ' બનાવી

August 12, 2022

જ્યારથી પ્રિયંકા ચોપરા માતા બની છે ત્યારથી ચાહકો તેની દિકરી ચહેરો જોવા ખૂબજ આતુર છે. પ્રિયંકા અને નિક જોનાસે એક-બે વાર દીકરીને બતાવી પણ તેના ચહેરા પર ઈમોજી મુકીને ચહેરો છુપાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં ખુદ પ્રિયંકાએ સોશિયલ મીડીયા બાળકીના જન્મની માહિતી આપીને ચાહકોને ખુશ કરી દીધા હતા, પરંતુ હજુ સુધી તેનો ચહેરો દેખાડવામાં આવ્યો નથી.

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જે દેશી ગર્લ તરીકે જાણીતી છે, તે પણ સમજે છે કે ચાહકો તેની પુત્રી મેરી માલતીને જોવા માટે ખૂબ ઉત્સુક છે. તેથી જ તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની પુત્રીનો માત્ર કપડા પહેરાવીને ફોટો શેર કર્યો છે, માલતીએ સફેદ ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે ટી-શર્ટ પર 'દેશી ગર્લ' લખેલું છે.