પ્રદર્શનકારીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કર્યું, USએ માફી માંગી

June 04, 2020

વૉશિંગ્ટન : અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડ (Gorge floyd) ના મૃત્યુ બાદ વિરોધ પ્રદર્શન યથાવત છે. આ દરમિયાન બુધવારે કેટલાક પ્રદર્શનકારીઓએ વૉશિંગ્ટન ડીસીમાં આવેલ ઇન્ડિયન એમ્બસીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકશાન પહોંચાડ્યુ છે. આ પ્રદર્શનકારીઓએ ગાંધીજીની પ્રતિમાને કપડાથી ઢાંકી દીધી છે. સૂત્રો અનુસાર વોશિંગ્ટનમાં પોલીસે આરોપી વ્યક્તિઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. અમેરિકાએ આ મામલે ભારત સામે દુખ વ્યક્ત કરતા માફી માંગી છે.

ઇન્ડિયન એમ્બસીએ અમેરિકા સામે આ મુદ્દે મેટ્રોપોલિયન પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બર, 2014ના રોજ વૉશિંગ્ટન ડીસીમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રદર્શનકારીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અપમાન કર્યુ છે.
અમેરિકાના રક્ષા મંત્રી માર્ક એસ્પરની પ્રદર્શનકારીઓથી ભર્યા રસ્તાઓને સેનાનું 'યુદ્ધ મેદાન' કહેવા માટે ટીકા થઇ રહી છે અને તેમના પર સેનાને રાજકારણથી દૂર રાખવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એસ્પરે બુધવારે દેશમાં રસ્તા પર ઉતરી આવેલા વિરોધને દબાવવા માટે સૈન્યોનો ઉપયોગ કરવાની ટ્રમ્પની ચેતાવણીઓથી અંતર બનાવી લીધું હતું. રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે જો રાજ્યના ગવર્નર હિંસા અટકાવવામાં નિષ્ફળ રહ્યા તો તેઓ તમામ ઉપલબ્ધ સૈન્યદળનો ઉપયોગ કરશે. જો કે, એસ્પરે બુધવારે પેન્ટાગોન નિર્ણયને બદલી દીધુ હતુ વૉશિંગ્ટન વિસ્તારથી ડ્યૂટી પર તૈનાત સૈનિકોને ઘરે મોકલી દેવામાં આવશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યુ કે, આપણે કાયદાકીય વ્યવસ્થા જાળવી રાખવી જરૂરી છે. તમે જોયું છે કે આ તમામ જગ્યાઓ પર, જ્યાં સમસ્યા સર્જાઇ રહી છે ત્યાં રિપબ્લિકન પાર્ટી સત્તામાં નથી ત્યાં ઉદારવાદી ડેમોક્રેટ શાસનમાં છે.