મોદી જેવો મિત્ર હોવો ગર્વની વાત, અમેરિકામાં ભારતનું સ્વાગતઃ ટ્રમ્પ

February 24, 2020

અમદાવાદ- અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય પ્રવાસે છે. સોમવારે સવારે અમદવાદ એરપોર્ટ પર પહોંચ્યા જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડી ભવ્ય સ્વાગત કર્યુ. ત્યાર બાદ બંને નેતાઓએ વિશ્વમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી. અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. ત્યાર બંને નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યાં.
મોટેરા સ્ટેડિયમ પર ભારતના ગૃહ મંત્રી અમિત શાહ અને નમસ્તે ટ્રમ્પ અભિવાદન સમિતિના સભ્યો અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આવકાર્યા હતા. 
મોદીએ નમસ્તે ટ્રમ્પ કહી તેમનુ સ્વાગત કર્યું. લાખોની જનમેદની જોઇને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગદગદીત થઇ ગયા હતા.