દાળવડા

July 12, 2022

સામગ્રી

  •   200 ગ્રામ મગની દાળ
  •   1 ચપટી હિંગ
  •   1 ચમચી આદુંની પેસ્ટ
  •   4થી5 મરચાં
  •   1 ડુંગળી લાંબી સમારેલી
  •   25 ગ્રામ લાલ મરચું
  •   મીઠું સ્વાદ મુજબ
  •   તેલ તળવા માટે

રીત
પહેલા મગની દાળને રાતે પલાળી દો. ત્યાર બાદ સવારે તેને મિક્સરમાં અધકચરી વાટી લો અને તેમાં થોડું મીઠું ઉમેરો. હવે આદુંની પેસ્ટ, ઝીણા સમારેલા મરચાં અને હિંગ નાખો. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ આ મિશ્રણનું ખીરું તૈયાર કરી લો. ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક પછી એક દાળવડા મૂકતા જાઓ. ધીમા તાપે તેને ગોલ્ડન બ્રાઉન થવા દો. હવે તેલમાંથી કાઢીને મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ દાળવડા પીરસો.