પંજાબના CMને જર્મનીમાં ફ્લાઇટમાંથી નીચે ઉતારાયા

September 19, 2022

ફ્રેંકફર્ટ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જર્મનીના ફ્રેંકફર્ટ એરપોર્ટ ઉપરથી પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે શિરોમણી અકાલી દળના ચીફ સુખબીર સિંહ બાદલે ટ્વિટ કરીને માન અને કેજરીવાલને આ બાબતે સફાઈ આપવાની વાત કરી હતી. તેમનું કહેવું છે કે આ રિપોર્ટ્સથી પંજાબીઓનું માથું શરમથી ઝૂકી ગયુ છે.

પંજાબના CM ભગવંત માને 17 સપ્ટેમ્બર, 2022ના રોજ જર્મનીના ફ્રોકફર્ટ એરપોર્ટ પર લુફ્થાંસા એરલાઈન્સના પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ પ્લેનના પેસેન્જર્સે જણાવ્યુ હતુ કે તેઓ નશામાં હતા.

સુખબીર સિંહ બાદલે જણાવ્યુ હતુ 'પ્લેનમાં સવાર યાત્રીઓ મીડિયાને જે જાણકારી આપી છે તે હેરાન કરનારી બાબત છે. જાણકારી મળ્યા પ્રમાણે, પંજાબના CM ભગવંત માનને લુફ્થાંસા ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. કારણ કે તેઓ નશામાં હતા. આ કારણથી ફ્લાઇટે 4 કલાક મોડી ઉડાન ભરી હતી.'

તેમણે બીજી ટ્વિટ કરીને કહ્યુ હતુ કે 'હેરાન કરનારી વાત એ છે કે પંજાબ સરકાર આ બાબતે ચૂપ છે. CM ભગવંત માન અને દિલ્હીના CM કેજરીવાલએ આ મુદ્દે સફાઈ આપવી જોઈએ. ભારત સરકારે આ મામલે દરમિયાનગીરી કરવું જોઈએ, કારણ કે આમાં પંજાબી અને રાષ્ટ્રીય ગૌરવની વાત છે. જો માનને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા, તો ભારત સરકારે જર્મન સરકાર સાથે આ મામલે વાતચીત કરવી જોઈએ.'