પંજાબના નવા CMની રેસ :અંબિકા સોનીનું નામ સૌથી આગળ, સુનીલ જાખડ અને સિદ્ધૂ પણ સામેલ

September 19, 2021

જાલંધર : કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પછી પંજાબના નવા CM કોણ હશે? તેને લઈને ચર્ચા ચાલુ છે. શનિવારે રાતે જ ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય થવાનો હતો. આ કારણે નવો ચહેરો ચૂંટવાનો અધિકાર સોનિયા ગાંધીને આપીને પ્રસ્તાવનો તાત્કાલિક ઈમેલ કરવામાં આવ્યો. તે પછીથી કોંગ્રેસના પૂર્વ પ્રધાન સુનીલ જાખડનું CM બનવું લગભગ નક્કી છે. જો આમ થાય છે તો 55 વર્ષ પછી જાખડ પંજાબના પ્રથમ હિન્દુ CM બનશે. જોકે પંજાબ શીખ રાજ્ય હોવાના કારણે શીખ ચહેરાની માંગ પણ ઉઠી છે. તે પછીથી કોંગ્રેસ હિન્દુ અને શીખ ચહેરાના ચક્કારમાં ફસાઈ ગઈ છે.

હવે આજે 11 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જે પછીથી નવા ચહેરાની જાહેરાત કરવામાં આવશે. હાલ આ રેસમાં શીખ ચહેરાના રૂપમાં નવજોત સિંહ સિદ્ધુ, સુખજિંદર રંધાવા અને હિન્દુ ચહેરા તરીકે સુનીલ જાખડ અને હવે અંબિકા સોનીનું પણ નામ પ્રકાશમાં આવી રહ્યું છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ સુનીલ જાખડને મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં છે. તેનો સંદેશો તેમને મોકલવામાં આવ્યો છે. જે પછીથી રાહુલ ગાંધીના ગુણા ગાતા જાખડે ટ્વિટ પણ કર્યું છે. દિલ્હીથી આવેલા ઓબ્ઝર્વરને પણ આ વાત કહીને મોકલવામાં આવી. જોકે CLPની બેઠક પછી શીખ ચહેરા તરીકે સુખજિંદર રંધાવા અને નવજોત સિદ્ધુનું નામ પણ સામે આવ્યું છે. સિદ્ધુના નામ પર મોટાભાગના ધારાસભ્ય સહમત જોવા થયા, જે પછી શનિવારે મોડીરાતે નામની જાહેરાતને ટાળવામાં આવી.