ફરસી પુરી
October 30, 2021

સામગ્રી
500 ગ્રામ – મેંદો
150 ગ્રામ – રવો
2 ચમચી – અજમો
1/2 ચમચી – બેકિંગ સોડા
1 ચમચી – કાળામરી પાઉડર
સ્વાદાનુસાર – મીઠું
મોણ માટે – તેલ
તરવા માટે – તેલ
બનાવવાની રીત
સૌપ્રથમ મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. ત્યાર પછી તેમા અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચી તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધી લો. તેને અડધો કલાક સુઘી રાખી મૂકો. હવે તેમાંથી લુઆ બનાવીને જાડી ગોળ પૂરી વણી લો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તૈયાર પુરીને ગરમ તેલમાં તરી લો. તે બન્ને તરફથી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ ફરસી પુરી..
Related Articles
શું તમે ઈમોશનલી નકારાત્મકતાનો શિકાર બન્યા છો? હોઈ શકે છે આ કારણો
શું તમે ઈમોશનલી નકારાત્મકતાનો શિકાર બન્ય...
May 28, 2022
સ્કીનનું કરો ક્લિન્ઝિંગ : ઈન્સ્ટન્ટ ગ્લો માટે ઘરે કરો આ ફેશિયલ
સ્કીનનું કરો ક્લિન્ઝિંગ : ઈન્સ્ટન્ટ ગ્લો...
May 28, 2022
એક નાની ભૂલ બનાવી શકે છે ટોમેટો ફ્લુનો શિકાર
એક નાની ભૂલ બનાવી શકે છે ટોમેટો ફ્લુનો શ...
May 28, 2022
અજાણતા તમારા સંબંધોમાં ખટાશ લાવે છે આ 4 આદતો
અજાણતા તમારા સંબંધોમાં ખટાશ લાવે છે આ 4...
May 23, 2022
Trending NEWS

28 May, 2022