કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપડાની જગ્યાએ પીવી સિંધુ હશે ભારતીય દળની ધ્વજવાહક

July 27, 2022

બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સ 2022નો પ્રારંભ બર્મિંઘમમાં ગુરૂવાર (28 જુલાઈ) થી થઈ રહ્યો છે. ઓપનિંગ સેરેમનીમાં ભારતના ખેલાડીઓનું પ્રતિનિધિમંડળ પણ સામેલ થશે અને આ વખતે ધ્વજવાહક સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ હશે. પહેલાં અહીં ધ્વજવાહક જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા હતો, પરંતુ ઈજાને કારણે હવે તે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો નથી. 

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી બુધવારે જાહેરાત કરવામાં આવી કે એસોસિએશને ધ્વજવાહક તરીકે સ્ટાર શટલર પીવી સિંધુનું નામ નક્કી કર્યું છે. પીવી સિંધુ બે વખતની ઓલિમ્પિક ચેમ્પિયન છે, બર્મિંઘમમાં યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં તે પ્રતિનિધિમંડળની આગેવાની કરશે.