પગના મસલ્સ મજબૂત કરવા માટે કરો ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ

January 06, 2020

દરેક સ્ત્રીને એવી ઈચ્છા હોય છે કે તેના પગ લાંબા અને સેક્સી હોય. આ માટે સ્ત્રીઓ પ્રયત્ન પણ ઘણા કરતી હોય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં તેઓ તેમના પગની સારસંભાળ રાખવામાં નિષ્ફળ જતી હોય છે. જોકે આ માટે જો સ્ત્રીઓ માત્ર કેટલીક કસરતો જ કરે તો પણ તેમને પોતાના પગ સેક્સી બનાવવામાં સફળતા મળી શકે છે.

આ માટે જો મહિલાઓ સ્કોટ્સ કરશે તો તેમને ઘણો ફાયદો થશે. હિપ્સ અને પગને ટોન કરવા માટે સ્કોટ્સ અત્યંત જરૂરી કસરત છે. આ એક્સરસાઈઝ વીસથી પચીસ મિનિટ સુધી કરવી જોઈએ, જેનો વીડિયો યુટ્યુબ પર સર્ચ કરશો તો આસાનીથી મળી જશે.

આ સિવાય પગની માંસપેશીઓને એક્ટિવ કરવા અને તેને પ્રમાણસર રાખવા માટે લેગ પ્રેસ પણ કરવું જરૂરી છે. આ કસરતથી લૉઅર બોડી એકદમ ટોન્ડ થઈ જાય છે. આ સિવાય સ્ટેપ અપ્સ પણ પગની સુંદરતા માટે અત્યંત જરૂરી છે. સ્ટેપ અપ્સને કારણે જાંઘમાં વધારાની ચરબી જમા થતી નથી તમારા પગ અત્યંત આકર્ષક દેખાય છે.

આ સિવાય બોક્સ જંપ પણ પગ માટે ઘણી મહત્ત્વની એક્સરસાઈઝ છે. બોક્સ જંપ પિંડલી, ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ અને ગ્લુટ માટે પણ અત્યંત લાભદાયી છે.  જોકે સાથે તમને એ પણ સલાહ આપીએ છે કે ભલે તમે યુટ્યુબ પર વીડિયો જોઈને આ કસરતો ઘરે કરો, પરંતુ એ કરતા પહેલાં એકવાર એક્સપર્ટ્સને મળીને આ કસરતો વિશે ચર્ચા કરી લેવી, જેથી કંઈક સલાહ અથવા પ્રિકોસન્સની જરૂર હશે તો આ એક્સપર્ટ્સ તમને મદદ કરી શકશે.