અર્થતંત્રના તીવ્ર ઘટાડાને સરભર કરવા ઝડપી સુધારો જરૂરીઃ IMF

April 11, 2021

વોશિંગ્ટનઃ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતીય અર્થતંત્ર માટે ૧૨.૫ ટકાના વૃદ્ધિદરનો અંદાજ મુકવામાં આવ્યો છે, પણ તેણે કોવિડ-૧૯ રોગચાળાથી આવેલા અભૂતપૂર્વ ઘટાડાને સરભર કરવા માટે ઘણી વધારે ઝડપથી વૃદ્ધિ નોંધાવવી પડશે તેમ આઈએમએફના ડેપ્યુટી ચીફ ઇકોનોમિસ્ટ પેત્યા કોેઇવા બ્રૂકે જણાવ્યું હતું. દેશના અર્થતંત્ર પરની રોગચાળાની અસરને હલ કરવા માટે વધારાના આર્થિક પ્રોત્સાહક પેકેજની જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષના પર્થમ ત્રિમાસિક ગાળા દરમિયાન પણ વધુ મોબિલિટી ઈન્ડિકેટર્સ અમને જણાવી રહ્યા છે કે સુધારાની પ્રક્રિયા સતત જળવાયેલી છે. તેણો જો કે નોંધ્યું હતું કે, લોકલાઇઝ લોકડાઉનમાં નવી વેરિયન્ટની તાજેતરની કટોકટીને આ સુધારા સામે એક ચેતવણી તરીકે જોવામાં આવે છે. સુધારાના મોરચે જ્યારે આઉટપુટના સ્તરના સંદર્ભના સ્તર પર વાત આવે છે કોવિડ કટોકટી પહેલાના સ્તર પર પરત જવાની અપેક્ષા રાખીએ છીએ. આ બાબત અમારા પ્રોજેક્શનમાં છે. આવા સંજોગોમાં જો ભારત માટેની અમારી ગ્રોથ ટ્રેજેક્ટરી પર સરખામણી કરીએ તો આ ગેપ ઘણો મોટો છે. તેણીએ ઉમેર્યું હતું કે આ ગેપ જીડીપીના આઠ ટકાનો છે