અહમદ પટેલને સાઈડ લાઈન કરવું રાહુલને પણ પડી ગયું હતું ભારે, ચાણક્ય સામે ઝુકવું પડેલું

November 25, 2020

નવી દિલ્હી : કોંગ્રેસ  ના વફાદાર સિપાહી માનવામાં આવતા કોગ્રેસના વરિષ્ઠ નેતા  અને ગાંધી પરિવાર  ના હંમેશાથી ખાસ રહેલા અહમદ પટેલે આજે અંતિમ શ્વાસ લીધા હતાં. ગાંધી પરિવારના ખાસમખાસ માનવામાં આવતા અહમદ પટેલને હંમેશા કોંગ્રેસ માટે એક હિતેચ્છુ તરીકે જોવામાં આવતા હતાં. ગાંધી પરિવાર સાથેના નજીકના સંબંધોના કારણે જ કોંગ્રેસ પાર્ટી સહિત તમામ રાજકીય પાર્ટીઓમાં તેમના મિત્ર અને દુશ્મનો પણ બન્યા હતાં.

71 વર્ષના અહમત પટેલ ભારતીય સંસદ  માં ગુજરાતનું 8 વાર પ્રતિનિધિત્વ કરી ચુક્યા હતાં. ત્રણ વાર લોકસભામાં  1977 થી 1989 અને 5 આર રાજ્યસભામાં ચૂંટાઈ  ને પહોંચ્યા હતાં. ગુજરાતથી ચૂંટાતા એકમાત્ર મુસ્લીમ સાંસદ હતાં. જોકે અહમદ પટેલને સાઈડલાઈન કરવા રાહુલ ગાંધી ને પણ ભારે પડ્યું હતું.

રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનતાની સાથે જ અહમદ પટેલને સાઈડ લાઈન કરવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. કારણે રાહુલ ગાંધી પાર્ટીમાં યુવા નેતાઓને મહત્વ આપવા માંગતા હતાં. આ સમયે અહમદ પટેલ કોંગ્રેસમાં કોષાધ્યક્ષ પદે હતાં. જોકે પોતાની પ્રતિભા, પાર્ટીમાં પોતાનો પ્રભાવના કારણે રાહુલ ગાંધી પણ તેમને સાઈડ લાઈન કરી ના શક્યા. આ સાથે જ ફરી એકવાર તેઓ સોનિયા ગાંધીની સાથો સાથ રાહુલ ગાંધી માટે પણ એક શક્તિશાળી રણનીતિકાર તરીકે ઉભરીને સામે આવ્યા. આમ અહમદ પટેલની પ્રતિભા સામે રાહુલ ગાંધીએ પણ ઝુકવુ પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 71 વર્ષિય અહમદ પટેલ લગભગ એક મહિના પહેલા કોરોનાથી થયા હતાં. ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. કોરોનાની ગંભીર બિમારીના કારણે અહમદ પટેલના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આખરે આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.