સ્મૃતિ ઇરાનીનો ફોટો ટ્વીટ કરી રાહુલ ગાધીએ કહ્યું બિજેપીનાં આ સભ્ય સાથે હું સહમત છું

February 13, 2020

નવી દિલ્હી :  સોસિયલ સાઇટના જમાનાંમાં જ્યાં સામાન્ય લોકો તેનાં દ્વારા  પોતાની વાતો એક બીજાને અને પોતાનાં નેતાઓ સુંધી પહોચાડે છે, તે જ પ્રકારે હવે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીએ પણ સિલેંડરના વધેલા ભાવ પર સ્મૃતિ ઈરાનીની  જૂની તસવીર ટ્વીટ કરી ટોણો માર્યો છે.

ખરેખર યુપીએ સરકારના સમયગાળામાં ગેસ સિલેંડરની કિંમત વધી હતી, જેનો ભારપૂર્વક નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે ત્યારે સ્મતિ ઇરાની ગેસ સિલિન્ડર લઇને બિજેપી કાર્યકર્તાઓની સાથે માર્ગ પર ઉતરી આવી હતી. 

કોંગ્રેસના રાહુલ ગાંધીની ટ્વીટ કહ્યું હતું કે 'હું એલપીજી સિલેંડરની કિંમતમાં રૂપિયા 150 જેટલો વધારો થયો તેના વિરૂધ્ધ પ્રદર્શન કરતા સભ્યો સાથે સંમત છું,

ખરેખર હાલમાં દિલ્હીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ની જોરદારની હાર થયા બાદ  એકદમ સબસિડી વાળા ગેસ સિલિન્ડર (ગેસ સિલિન્ડર) ની કિંમતમાં વધારો થયો.

તેને લઇને કોંગ્રસ બિજેપી પર જોરદાર શાબ્દિક પ્રહારો કરી રહી છે,પોતાની પોસ્ટ કરીયેલી તસવીર પર રાહુલ ગાંધીએ બિજેપી પર કટાક્ષ કર્યો છે, તે સાથે જ તેમણે મોદી સરકારને ગેસ સિલિન્ડરની કિંમત વધારવાનો નિર્ણય પાછો લેવાનું કહ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે બુધવારે પેટ્રોલિયમ કંપનીઓ સિવાય સબસિડીવાળો રિસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં એકવાર ફરી વધારો કરતા રૂ.150 જેટલો વધારો થયો છે.

ત્યારબાદ ડિલ્લીમાં હવે ગ્રાહકોએ ગેસ સિલિન્ડર માટે રૂ.144.50,કોલકાતામાં 149 , મુંબઇમાં 145 રૂ.અને ચેન્નઇમાં 147 રૂ.જેટલા વધુ રૂપિયા આપવા પડશે.

ઇન્ડિયનઓઇલ કોર્પોરેશન લિમિટેડની વેબસાઇટ મુજબ દેશના ચાર મુખ્ય મહાનગરમાં સિલેન્ડરનાં ભાવ હવે વધું ચુકવવા પડશે. દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં રસોઇ ગેલેસ સિલેંડરનાં ભાવ વધીને હવે 858.50 રૂપિયા અને 896 રૂ. 829.50રૂ અને 881 રૂપિયા થઇ ગયા છે. ગેસ સિલેન્ડરની આ  નવી કિંમત 12 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવી છે.