રાહુલને કાંડામાં ઈજા, ઓસી. સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર

January 06, 2021

સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમને વધુ એક ફટકો પડયો છે. ઓપનર લોકેશ રાહુલને ટીમની નેટ્સ દરમિયાન કાંડામાં ઇજા થઇ છે જેના કારણે તે શ્રેણીની બાકીની બંને ટેસ્ટમાં રમી શકે તેમ નથી. મેલબોર્ન ખાતે ગયા શનિવારે ભારતીય ટીમે કરેલી પ્રેક્ટિસ દરમિયાન રાહુલને ઇજા થઇ હતી અને તેમાંથી મુક્ત થવા માટે તેને લગભગ ત્રણ સપ્તાહનો સમય લાગશે. બીસીસીઆઇએ મંગળવારે આ માહિતી આપી હતી. બીસીસીઆઇના અનુસાર મેલબોર્નમાં ટીમની નેટ્સ દરમિયાન રાહુલને ઇજા થઇ હતી અને તેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે ત્રણ સપ્તાહ લાગી શકે છે. રાહુલ હવે ભારત પરત ફરશે અને બેંગ્લોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થશે. રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બંને ટેસ્ટમાં રમાડવામાં આવ્યો નહોતો. સિડની પહોંચ્યા બાદ રાહુલ મંગળવારે જ રાત્રે ભારત પરત ફરવા માટે રવાના થયો હતો. ઇજાના કારણે પાંચમી ફેબ્રુઆરીથી $ગ્લેન્ડ સામે રમાનારી ચાર ટેસ્ટની શ્રેણીની પ્રારંભિક મેચોમાં તેનું રમવું શંકાસ્પદ બન્યું છે. રાહુલના બહાર થવાના કારણે મયંક અગ્રવાલ અથવા હનુમા વિહારીમાંથી કોઇ એકને પ્લે$ગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. જોકે ટીમના ઉપસુકાની રોહિતને કયા ક્રમે બેટિંગમાં ઉતારવામાં આવે છે તેની ઉપર ટીમ કોમ્બિનેશનનો મદાર રહેશે.