પોર્ન વીડિયો કેસમાં રાજ કુંદ્રાના જામીન ફગાવાયા

November 27, 2021

મુંબઈ: પોર્નોગ્રાફી કેસમાં શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી છે. પોર્ન વીડિયોનું વિતરણ કરવાના સંબંધમાં રાજ કુંદ્રા દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજીને બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, કથિત રીતે પોર્ન ફિલ્મો બનાવવા અને તેને હોટશોટ્સ નામની એપ પર પ્રસારિત કરવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસે ૧૯મી જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી અને બે મહિના બાદ એટલે કે ૨૧મી સપ્ટેમ્બરે જેલમાંથી જામીન પર તેનો છુટકારો થયો હતો. પોર્ન કેસમાં જ્યારે રાજ કુંદ્રાનું નામ આવ્યું ત્યારે શર્લિન ચોપરા અને પૂનમ પાંડેએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તો બીજી તરફ બોમ્બે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કુંદ્રાએ ર્લિન ચોપરા અને પૂનમ પાંડે પર વળતા આરોપ લગાવ્યા હતા. રાજ કુંદ્રાના વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું હતું કે, શર્લિન અને પૂનમ પાંડેએ રુપિયા કમાવવા માટે ઈરોટિક વિડીયોઝ બનાવ્યા હતા, જેની સાથે તેને કોઇ સંબંધ નથી. કુંદ્રાએ અરજી દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આ પ્રકારના વિડીયો બનાવવા, તેમનું પ્રસારણ કરવા કે વેચવાના ધંધા સાથે એને કોઇ લેવા દેવા નથી. કુંદ્રાનું કહેવું હતું કે, બંને હીરોઈન પાસે પોતાની એપ્સ છે. બંને પાસે એવા પ્લેટફોર્મ છે, જેના દ્વારા તેઓ ફેન્સ સાથે વાતચીત કરી શકતી હતી, જેના માટે ચાહકોએ સબ્સ્ક્રિપ્શન લેવુ પડતું હતું. રાજ કુંદ્રાની વાત કરીએ તો, જેલમાંથી બહાર આવ્યા બાદ તે ખૂબ ઓછો જાહેરમાં જોવા મળી રહ્યો છે. તે પહેલીવાર જાહેરમાં ત્યારે દેખાયો હતો જ્યારે તે શિલ્પા શેટ્ટી સાથે હિમાચલ પ્રદેશના ધર્મશાલાના પ્રખ્યાત મંદિરમાં ગયો હતો. એક દિવસ પહેલા તે શિલ્પા શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. શિલ્પાએ કેમેરા સામે જોઈને સ્માઈલ આપી હતી જ્યારે રાજ હૂડીમાં ચહેરો છુપાવી સડસડાટ અંદર જતો રહ્યો હતો.