રાજસ્થાન સરકારનો નિર્ણય : આંતરજ્ઞાતિય લગ્ન કરનારને મળશે રૂ.10 લાખ, રકમ વધારવા આપી મંજૂરી

March 24, 2023

તાજેતરમાં જ રાજસ્થાન સરકારે આંતરજ્ઞાતિય લગ્ન કરનારને અપાતી રકમમાં વધારો કરવાની જાહેરાત કરી હતી

જયપુર- સામાજિક સમરસતા અને એકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાજસ્થાન સરકારે આંતરજ્ઞાતિય લગ્નો માટે પ્રોત્સાહન રકમ બેગણી વધારી રૂ.10 લાખ કરવાની જાહેરાત કરી છે. લગ્ન કરાર આંતર-જ્ઞાતિ યુગલોને હવે તાત્કાલિક અસરથી રૂ.10 લાખ મળશે. અગાઉ આ રકમ રૂ.5 લાખ હતી, જેમાં રાજસ્થાન સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે તાજેતરમાં 2023-24 ના બજેટમાં આ અંગેની જાહેરાત કરી હતી, ત્યારબાદ ગુરુવારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે.


સંશોધિત ડો.સવિતા બેન આંબેડકર આંતર-જ્ઞાતિય લગ્ન યોજના’ હેઠળ, રૂપિયા 5 લાખ 8 વર્ષ માટે ફિક્સ ડિપોઝીટમાં રાખવામાં આવશે. જ્યારે બાકી રકમ રૂપિયા 5 લાખ નવદંપતીના સંયુક્ત બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. વર્ષ 2006માં શરૂ કરાયેલી આ યોજનામાં શરૂઆતમાં રૂ.50,000 રકમ અપાતી હતી, ત્યારબાદ એપ્રિલ 2013માં વધારીને રૂ. 5 લાખ કરવામાં આવ્યા હતા.આ યોજના હેઠળ મળતા ભંડોળમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંનેનો સહકાર છે. આ યોજના હેઠળ રાજ્યની સરકારો 75 ટકા ફાળો આપે છે, જ્યારે કેન્દ્ર સરકાર 25 ટકા ફાળો આપે છે. પાછલા નાણાકીય વર્ષમાં સરકારે આ યોજના હેઠળ રૂ.33.55 કરોડ અને વર્તમાન વર્ષમાં રૂ. 4.5 કરોડથી વધુની રકમ આપી ચુકી છે.