રાજીવ કુમાર બનશે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર, 15 મેથી સંભાળશે પદભાર
May 13, 2022

નવી દિલ્હી : કાયદા મંત્રાલયે 1984 બેચના આઈએએસ અધિકારી રાજીવ કુમારની ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી છે. તે 15 મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. આ વાતની જાણકારી કાયદા મંત્રાલયના એક પત્ર દ્વારા મળી છે. મહત્વનું છે કે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાનો કાર્યકાળ 14 મેએ પૂર્ણ થઈ રહ્યો છે. તેવામાં રાજીવ કુમાર 15 મેથી પોતાનો કાર્યભાર સંભાળશે.
કાયદા મંત્રાલય પ્રમાણે રાજીવ કુમારને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવી રહ્યા છે અને તે 15 મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. દેશમાં આગામી ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી થવાની છે. આ ચૂંટણી રાજીવ કુમારના નેતૃત્વમાં થશે. રાજીવ કુમાર 1984 બેચના ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સેવાના અધિકારી છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1960ના થયો હતો.
રાજીવ કુમારે 2020માં ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તેઓ ઉદ્યમ પસંદગી બોર્ડના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. રાજીવ કુમાર પાસે વહીવટી સેવાનો 36 વર્ષ જેટલો અનુભવ છે. તેમણે કેન્દ્ર સરકારના મંત્રાલયો સિવાય બિહાર અને ઝારખંડ કેડરમાં વર્ષો સુધી પોતાની સેવાઓ આપી છે. રાજીવ કુમાર કેન્દ્રીય નાણા સચિવના પદ પરથી વર્ષ 2020માં નિવૃત્ત થયા હતા.
Related Articles
બાળા સાહેબની પ્રતિષ્ઠા ધુળધાણી થઈ રહી છે, રાજ ઠાકરેના ઉધ્ધવ ઠાકરે પર પ્રહારો
બાળા સાહેબની પ્રતિષ્ઠા ધુળધાણી થઈ રહી છે...
May 22, 2022
બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ પાર્ટીથી નારાજ હોવાથી ટીએમસીમાં જોડાયા
બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ પા...
May 22, 2022
IAS કે. રાજેશની લાંચ લેવાની મોડેસ ઓપરેન્ડી જાણી CBI પણ ચોંકી ગયું
IAS કે. રાજેશની લાંચ લેવાની મોડેસ ઓપરેન્...
May 22, 2022
દેશમાં ફરી કોરોનાના 2 હજારથી વધારે કેસ, 65 લોકોનાં મોત
દેશમાં ફરી કોરોનાના 2 હજારથી વધારે કેસ,...
May 22, 2022
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં ઈમરાનખાને વખાણ કર્યા
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં...
May 22, 2022
દિલ્હીમાં માતા અને બે પુત્રીઓએ ઘરને બનાવી દીધું ગેસ ચેમ્બર
દિલ્હીમાં માતા અને બે પુત્રીઓએ ઘરને બનાવ...
May 22, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022