રાજકોટમાં રાજવીની નગરયાત્રાઃ 2000 મહિલાઓએ તલવાર રાસ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જયો

January 29, 2020

રાજકોટઃ રાજકોટના ૧૭માં રાજવી તરીકે માધાતાસિંહના રાજતલિકવિધી સમારોહના બીજા દિવસે આજે વિન્ટેજ કાર, બગીઓ સાથે ઢોલ-શરણાઈના સૂર વચ્ચે આજે નગરયાત્રા નીકળી હતી. રણજીતવિલાસ પેલેસમા રાજવી સમયગાળાની અવિસ્મરણીય સ્મુતિઓ જીવંત થઈ ઉઠી હતી.

રાજસૂય યજ્ઞથી રાજતલિક સમારોહનો પ્રારંભ થયો હતો સાથોસાથ ૨૫૦૦ ક્ષત્રિય બહેનોએ અદભૂત તલવારરાસ કરી આજે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા નામ પ્રસ્થાપિત કર્યુ હતુ. રાજ્યાભિષેક પૂર્વે રાજાએ નગરયાત્રા કરવાની પરંપરા છે જેના ભાગરૂપે ૭૦ રાજવી પરિવારો, સંતો, મહંતો સહિત નગરજનો યાત્રામા જોડાયા હતા. પેલેસ રોડથી ઢોલ, શરણાઈ બેન્ડવાજાની સૂરાવલી સાથે નીકળેલી નગરયાત્રા વિવિધ માર્ગો ઉપર ફરી હતી.