સંસદમાં રાજનાથનો હુંકાર; ચીનનો સામનો કરવા માટે તૈયાર

September 15, 2020

નવી દિલ્હી : સંસદના ચોમસુ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં આજે ચીન સાથે તણાવના મુદ્દે રક્ષામંત્રીએ લોકસભામાં નિવેદન આપતા રાજનાથસિંહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લદાખની મુલાકાતે આવ્યા અને અમારા સૈનિકોને મળ્યા. તેમણે આ સંદેશ પણ આપ્યો હતો કે તે આપણા બહાદુર સૈનિકો સાથે ઉભા છે. હું પણ લદ્દાખ ગયો અને મારા એકમ સાથે સમય વિતાવ્યો. હું તમને કહેવા માંગુ છું કે મે તેમની બહાદુરી અને પરાક્રમને અનુભવ્યું પણ છે. તમે જાણો છો કે કર્નલ સંતોષે માતૃભૂમિની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. લોકસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ દેશને LACની સ્થિતિ અંગે જાણકારી આપી રહ્યાં છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીન સાથે તણાવ અંગે લોકસભામાં નિવેદન આપી રહ્યાં છે.

ચીનની કોઈ પણ હરકત સરકારને મંજૂર નથી. જવાનોએ જ્યાં સંયમની જરૂર હતી ત્યાં સંયમ જાળવ્યો છે અને બહાદુરી બતાવવા સમયે દેખાડી પણ દીધું છે કે ભારતના જવાનો એ વીરતા અને પરાક્રમના પ્રતિક છે.શાંતિપૂર્ણ વાતચીતથી સમગ્ર મામલો ઉકેલાશે. ચીનને પણ ભારતના જવાનોએ સારી એવી ક્ષતિ પૂરી પાડી છે. આપણા સૈનિકોએ બલિદાન આપ્યું છે. ભારત અને ચીને પણ સંયુક્ત રીતે માન્યું છે સરહદનો પ્રશ્ન વીકટ છે.

રાજનાથ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદાખ પ્રવાસ કરી આપણા જવાનો સાથે મુલાકાત કરી. તેમણે તે સંદેશ પણ આપ્યો હતો કે તેઓ આપણા વીર જવાનો સાથે છે. મે પણ લદાખ જઇને પોતાના યુનિટ સાથે સમય પસાર કર્યો હતો. હું તે જણાવવા માગુ છું કે તેમના સાહસ, શૌર્ય અને પરાક્રમને અનુભવ્યા હતા. તમે જાણો છો કે કર્નલ સંતોષે માતૃભૂમિની રક્ષા કરતા સર્વોચ્ચ બલિદાન આપ્યુ હતુ