રજનીકાન્તે કોરોના સામે લડવા તમિલનાડુ મુખ્યમંત્રી રાહત કોષમાં 50 લાખ રૂપિયા આપ્યા

May 18, 2021

મુંબઇ : કોરોના વાયરસની બીજી લહેર ભારત માટે ઘાતક નીવડી છે. પ્રભાવિત થયેલા લોકોને મદદ માટે સરકારની સાથેસાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોના પણ પ્રયાસ થઇ રહ્યા છે. જે યાદીમાં હવે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્તનું નામ પણ સામેલ થઇ ગયું છે. રજનીકાન્તના પ્રવકતાએ સત્તાવાર ટ્વિટર પરથી જાણકારી આપતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે જંગ લડલા માટે અભિનેતાએ રૂપિયા ૫૦ લાખ તમિલનાડુ મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવ્યા છે. ટ્વિટરમાં તેમના પ્રવકતાએ વધુમાં એમ પણ લખ્યું છે કે, તમિલનાડુના લોકો સરકાર દ્વારા બહાર પાડેલા નિયમોને અનુસરે તો સરકારનું કામ ઘણું સરળ થઇ જાય. રજનીકાન્તના આ દાનનો ઉપયોગ કોરોનાના દરદીઓના કલ્યાણ માટે કરવામાં આવશે.