પંચતત્ત્વમાં વિલીન થયા રાજુ શ્રીવાસ્તવ, પરિવારે ભીની આંખે આપી અંતિમ વિદાઈ

September 22, 2022

મુંબઈ  : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પંચતત્વમાં ભળી ગયા છે.ગુરુવારે દિલ્હીના નિગમબોધ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.તેના ભાઈએ તેને મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો સુનીલ પાલ, ઈશાન કુરેશી, મધુર ભંડારકર સહિત ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. તેમની અંતિમયાત્રા આજે સવારે 9.30 વાગ્યે દિલ્હીના દ્વારકાના દશરથપુરથી શરૂ થઈ હતી, જે રાજુના ભાઈનું ઘર છે. ફેન્સ પણ રાજુને અંતિમ વિદાઈ આપવા માટે હાજર રહ્યા હતા. કોમેડિયન સુનીલ પોલ અને એહસાન કુરેશી બંને રાજુની અંતિમ યાત્રામાં હાજરી આપી છે. ચાહકોએ 'રાજુ શ્રીવાસ્તવ અમર રહે'ના નારા લગાવ્યા હતા. કોમેડિયન દોઢ મહિના સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ 21 સપ્ટેમ્બરે નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.